ઇન્ટર્નશીપ અહેવાલ


ઇન્ટર્નશીપની  પ્રવૃત્તિઓનો  અહેવાલ
બી.એડનાં સત્ર-૩ નાં અભ્યાસ દરમિયાન તાલીમાર્થીઓએ શાળા કક્ષાનો પ્રત્યક્ષ રૂપનો અનુભવ મેળવવામાટે સાત અઠવાડિયાની ઇન્ટર્નશિપ કરવાની  હોય છે.જેમાં તમામ તાલીમાર્થીઓને અલગ-અલગ જૂથમાં વિભાજિત કરી શાળાઓમાં મોકલવામાં આવે છે. જેમાં અમે છ તાલીમાર્થીઓએ ધી.ડી.કે.તાતા હાઈસ્કૂલ નવસારી ની  પસંદગી કરી હતી. અમારા તમામ મિત્રોની નામની માહિતી નીચે આપી છે.

ગામિત નીતિજ્ઞાબેન સુમનભાઈ
 ખેંગાર મિલિંનકુમાર પ્રતાપસિંહ
 ભોયા પ્રીતિ બેન જી.
ચૌધરી  નિકિતાબેન પરેશભાઈ
પટેલ પ્રીતિબેન રસિકભાઈ
મિશ્રા પુજાબેન ફુલચંદભાઈ

તારીખ ૨-૦૭-૨૦૧૮ નાં રોજ સોમવારથી અમે શાળામાં ગયા હતા. ત્યાં જઇ ત્યાનાં આચાર્યશ્રી બોમીસરને પુષ્પ ગુચ્છ આપ્યું હતું. ત્યારબાદ શાળાનાં અન્ય શિક્ષકોઅને સ્ટાફ  ગણો પાસેથી શાળામાં કરવાના કાર્યો અંગેની માહિતી મેળવી હતી. અને બાદમાં પોતાના વિષય શિક્ષક પાસેથી ટાઈમ ટેબલ લઈ અમારા લેશન આપવાની શરુઆત કરી હતી. અમે શાળા  માં ૫-૦૭-૨૦૧૮ નાં રોજ શાળાનાં મેદાનમાં વુક્ષારોપણ માટે  વુક્ષારોપણ કાર્યક્રમ હાથ ધર્યો હતો. તેને લગતી મંજૂરી આચાર્ય   પાસેથી લીધી. આ કાર્યક્રમમા ધોરણ-૧૧ નાં વિદ્યાર્થીઓને  જોડવામાં આવ્યા હતા.
ઇન્ટર્નશિપના બીજા અઠવાડીયામાં શાળા ઓરી  અને રુબેલા ના રોગ સામે બચવા માટે ૧૬વર્ષ સુધી ના બાળકોમાટે એમ.આર. રશીકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.અમે સહુ તાલીમાર્થીઓએ એમાં ભાગ લીધો હતો.
ઇન્ટર્નશિપના ત્રીજા અઠવાડિયામાં તારીખ૧૯--૨૦૧૮ ના રોજ અમે બધા તાલીમાર્થીઓએ સાથે મળીને ચિત્રસ્પર્ધાનું આયોજન કર્યું હતું.અને આ અંગેની મંજૂરી શાળાના આચાર્ય પાસેથી લેવામાં આવી હતી.આમ ધોરણ-૯ અને ધોરણ-૧૧ ના વિદ્યાર્થીઓંનો સ્પર્ધામાં સામેલ કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધા નો વિષય હતો પૃથ્વી બચાવો.આ સ્પર્ધામાંતમામ વિદ્યાર્થી ઓએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
ઇન્ટર્નશીપ ના અમારા આ ચોથા  અઠવાડિયામાં  અમે  બધા તાલીમાર્થીઓ સાથે ચર્ચા કરી નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું હતું.આ માટેની મંજૂરી શાળાના આચાર્ય પાસેથી લીધી હતી. અને તારીખ ૨૩--૨૦૧૮  ના  દિવસે છેલ્લાબે તાસ દરમિયાન આ સ્પર્ધા કરાવાય હતી.આમાં ધોરણ-૯ અને ધોરણ-૧૧ ના વિદ્યાર્થીઓએ   આનંદ પૂર્વક ભાગ લીધો હતો.
આમાં ધોરણ ૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓને અલગ-અલગ ૧-૩ નંબર આપવામાં આવ્યા હતા.
ઇન્ટર્નશીપના પાંચમાં અઠવાડીયામાં અલૂણાંનો પર્વ ચાલતો હોવાથી આ તહેવારને લગતી વિવિધ પ્રવુતિઓનું અમે આયોજન કર્યું હતું. આ અંગેની મંજૂરી શાળાના આચાર્ય બોમી સર પાસેથી લીધી હતી.જેમાં આ પ્રવૃત્તિઓ માટે દિવસ પસંદ કરવામાં આવ્યો . ૨૮-૦૭-૨૦૧૮નો દિવસ નક્કી કરાયો હતો. શનિવારના દિવસે વિવિધ સ્પર્ધાઓ રાખી અને તેમાં નિર્ણાયક  તરીકે શાળા ના શિક્ષિકા બહેનોને રાખ્યા હતા.
             આ પ્રવુતિઓમાં પ્રથમ ભાગ લીધેલ વિદ્યાર્થીની  ઓને વસ્ત્રપરિધાન કરવવામાં આવ્યું હતું. અને ત્યારબાદ વિદ્યાર્થીની  કેશગુફન  સ્પર્ધા  કરી હતી.અને ત્યારબાદ આરતી શણગારસ્પર્ધાની શરુઆત  કરવામાં આવી હતી. આ તમામ  પ્રવૃત્તિઓમા ધોરણ-૯ અને ૧૧ ની વિદ્યાર્થીનીની ઓએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. અને તેમાં તેમને ૧ થી ૩ નંબર આપવામાં આવ્યા હતા.આમ આજનો દિવસ તમામ શાળાની વિદ્યાર્થીનીઓ માટે ખુબજ આનંદદાઈ બની રહ્યો હતો. અને  અમને પણ એક નિર્ણાયક તરીકે નિર્ણય કઈ - કઈ બાબતોને ધ્યાનમાં રાખીને લેવો તે અંગેની જાણકારી શિક્ષિકાબહેન પાસેથી મળી રહી હતી.
 ત્યારબાદ અમારી ઇન્ટર્નશીપનાછઠ્ઠા અઠવાડીયામાં અમે તાલીમાર્થી મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને  નકશાપૂર્તિ અને અસાઈમેન્ટનું કાર્ય સોપવામાં આવ્યું હતું. અને આજ અઠવાડિયામાં ક્વિઝ સ્પર્ધાનું આયોજન પણ તારીખ ૬-૦૮-૨૦૧૮ ના રોજ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભારત ના બંધારણ. વિષય  વસ્તુ આધારિત ક્વિઝની રચના પણ કરવામાં આવી હતી.
          અને તે પછી અમારી ઇન્ટર્નશિપના સાતમા અઠવાડિયા  માં તારીખ  ૧૫-૦૮-૨૦૧૮ના  રોજ  સ્વતંત્ર પર્વની  ઉજવણી કરવામાં આવી હતી. સવારેવહેલા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. અને તે બાદ તાલીમાર્થી   મિત્રો દ્વારા પ્રાર્થનાની રજૂઆત કરવામાં આવી હતી. તે બાદ શાળાના શિક્ષક દિનેશભાઈ પુરોહિત દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને  તાલીમાર્થી મિત્રોએ દેશભક્તિ ગીત રજૂ કર્યું.   

અને બધા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. અને ત્યારબાદ આચાર્ય બોમી સરે સ્વચ્છતા માટે  બે વાક્યો બોલ્યા હતા. અને ત્યારબાદ બધા ચોકલેટ દ્વારા મીઠું મો કરીને ઘરે રવાના થઈ ગયા હતા.
         ત્યારબાદ અમે એક અઠવાડિયું વધુ ઇન્ટર્નશીપ કરી   હતી તો એ દરમિયાન અમે રમત-ગમતને લગતી પ્રવૃત્તિ  ઓનું આયોજન કર્યું હતું. આ પ્રવુતિ તારીખ ૨૦-૦૮-૨૦૧૮ ના રોજ રાખવામા આવી હતી. જેના માટે છેલ્લા બે તાસ નો અમે ઉપયોગ કર્યો હતો.આમાં વિદ્યાર્થીઓને ઇન્ડોર તેમજ આઉટડોર
ના વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહથી ભાગ લીધો હતો. અને વિજેતા ને ૧ થી ૩ નંબર આપવામાં આવ્યા હતા.
 અને અમારા રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ-૧૧ અને ૯ શાળાના છેલ્લા દિવસે સંસ્કૃતિક કાર્યક્રમનું અમે આયોજન કર્યું હતું. જેમાં ધોરણ-૯ અને ૧૧ ના વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. અહી દરેક તાલીમાર્થી દીઠ એક કૃતિ ની અગાઉથી તૈયારી કરાવવામાં આવી હતી.જેમાં ખુબ જ ઉત્સાહ થી તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

     










Comments

Popular posts from this blog

Field Work